PM મોદીએ લાલ કિલ્લા પરથી આયુષ્માન યોજનાની કરી જાહેરાત- 10 કરોડ પરિવારને મળશે લાભ

દેશને આઝાદી મળે આજે 71 વર્ષ પૂરા થઈ ગયા છે. સ્વતંત્રતા દિવસ દેશના દરેક વિસ્તારમાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. સ્વતંત્રતા દિવસની પરંપરા પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો છે. વડાપ્રધાને લાલ કિલ્લા પરથી મેેરે પ્યારે દેશ વાસીઓથી...ભાષણની શરૂઆત કરી હતી. વડાપ્રધાને લાલ કિલ્લા પરથી આયુષ્માન યોજનાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, ભારત સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય અભિયાન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ આયુષ્માન ભારતની યોજનાથી 10 કરોડ પરિવારને લાભ મળશે.


વડાપ્રધાનનું લાલ કિલ્લા પરથી ભાષણ

07.33 AM: લાલ કિલ્લાની પ્રાચીરથી દેશને સંબોધીત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશ આજે નવી ઉંચાઈએ પહોંચી રહ્યું છે. આજનો સૂર્યોદય નવો ઉત્સાહ લઈને આવ્યો છે. આપણાં દેશમાં દર 12 વર્ષે એક વાર નીકલુરિંદ પુષ્પ ઉગે છે. આ વખતે આ ફૂલ ત્રિરંગાના અશોક ચક્રની જેમ ખીલ્યું છે.
- વડાપ્રધાન કહ્યું આજે દેશના ઘણાં રાજ્યોની દીકરીઓ સાત દરિયાઓ પાર કરીને દરેક જગ્યાએ ત્રિરંગાને લહેરાવ્યો છે. આજે આપણે આઝાદીનો પર્વ ત્યારે મનાવી રહ્યા છીએ જ્યારે આદિવાસી બાળકોએ એવરેસ્ટ પર ત્રિરંગો લહેરાવ્યો છે.
પીએમએ દક્ષિણના કવિ સુબ્રમણ્યમ ભારતીની અમુક પંક્તિઓનો ઉલ્લેખ કરીને કહ્યું કે, તે ભારતને નવો રસ્તો બતાવશે. પીએમએ કહ્યું, અમે ઈચ્છીએ છીએકે દુનિયામાં ભારતની સાખ અને ધાક હોય.
વીરોના ત્યાગ અને બલિદાનથી પ્રેરણા મળી છે

અત્યારે દેશના અલગ-અલગ ભાગમાંથી વરસાદના સારા સમાચાર આવી રહ્યા છે. પરંતુ સાથે સાથે પૂરના પણ સમાચાર પણ આવી રહ્યા છે. અતિવૃષ્ટી અને પૂરના કારણે ઘણાં લોકોએ તેમના સ્વજનો ગુમાવ્યા છે. તે દરેક માટે દેશ મદદ ભાવથી ઊભો છે. આગામી બૈસાખીએ જલિયાવાલા બાગ નરસંહારને સો વર્ષ પૂરા થઈ રહ્યા છે. તે આપણાં વીરોના ત્યાગ અને બલિદાનમાંથી પ્રેરણા લેવાનો સંદેશ આપે છે. હું તે દરેક વીરોને નમન કરુ છું. આ આઝાદી એમ જ નથી મળી. આઝાદીના સંઘર્ષમાં સપનાને પણ જોડવામાં આવ્યા છે.
વડાપ્રધાને લાલ કિલ્લા પરથી વિપક્ષ પર કર્યા આડકતરા પ્રહાર
- વડાપ્રધાને કહ્યું કે, 2014માં લોકોએ માત્ર સરકાર નથી બનાવી પરંતુ તેમણે દેશને બનાવવા માટે કામ પણ કર્યું છે. આજે દેશમાં 125 કરોડ લોકો નવો દેશ બનાવવામાં જોડાયા છે. વડાપ્રધાને કહ્યું કે, આપણે તે જોવાનું છે કે, આપણે ક્યાંથી ચાલવાનું શરૂ કર્યું હતું અને આપણે ક્યાં પહોંચ્યા છીએ. જો આપણે 2013ની સરખામણી કરીશું તો 2014 પછી દેશની સ્પીડ આપણે જોઈ શકીશું.
- વડાપ્રધાને કહ્યું આજે દેશમાં શૈચાલય બનાવવા, ગામમાં વીજળી પહોંચાડવી, ગરીબોને એલપીજી ગેસ કનેક્શન આપવા, ઓપ્ટિકલ ફાઈબર પાથરવાની સ્પીડ ખૂબ વધી છે. જો 2013ની સ્પીડે ચાલતા તો આ કામ પુરી કરવામાં વર્ષો થઈ જતા. વડાપ્રધાને કહ્યું કે, દેશ, વ્યવસ્થા, અધિકારી બધા એ જ છે. પરંતુ આજે દેશમાં પરિવર્તન મહેસૂસ થઈ રહ્યું. આજે દેશમાં બમણી ગતીથી હાઈવે બની રહ્યાછે. જ્યારે ચારગણી સ્પીડથી ગામડાઓમાં ઘર બનાવવામાં આવી રહ્યા છે.


- આજે અમે દિવ્યાંગ ભાઈઓ-બહેનો માટે કોમન સાઈન ડિક્શેનરી પર કામ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે આજે સેનામાં એટલો દમ છે કે તેઓ સર્જિકલ સ્ટ્રાઈક કરે છે. આપણે આપણાં લક્ષ્યોને લઈને આગળ વધવાનું છે.
નિશાનચૂક માફ, નહીં માફ નીચું નિશાન

ગુજરાતીમાં એક કહેવત છે, નિશાનચૂક માફ પરંતુ નીચું નિશાન માફ ન કરી શકાય. વિપક્ષે માંગણી કરી હતી કે ખેડૂતોને ઉત્પાદન ખર્ચની દોઢ ગણી એમએસપી મળવી જોઈએ. પરંતુ અમે નિર્ણય કર્યો કે, ખેડૂતોને દોઢ ગણી એમએસપી આપવામાં આવશે. દરેક લોકો જીએસટીઈચ્છતા હતા, પરંતુ નિર્ણય નહતા કરી શકતા. રાજકીય ચૂંટણીનું પ્રેશર રહેતું હતું. બેન્કરપ્સી કાયદા માટે કોણે રોક્યા હતા? બેનામી સંપત્તિનો કાયદો પહેલાં કેમ બનાવવામાં ન આવ્યો? અમે હિંમતથી આ નિર્ણયો લીધા છે. અમે પક્ષના હિતમાં નહીં, દેશના હિતમાં કામ કરવામાં માનીએ છીએ.
ઉંઘેલો હાથી જાગી ગયો છે

વડાપ્રધાને કહ્યું, આજે ભારત મલ્ટી ટ્રિલિયન ડોલરના ઈન્વેસ્ટમેન્ટનું ડેસ્ટિનેશન બની ગયું છે. દુનિયા ભારત સાથે જોડાવાની ચર્ચા કરતી વખતે વીજળી જવાની વાતો યાદ કરવામાં આવતી હતી. એ જલોકો આજે કહી રહ્યા છે કે, ઉંઘેલો હાથી હવે જાગી ગયો છે, ઉંઘેલો હાથી હવે ચાલવા લાગ્યો છે. ઉંઘેલા હાથીએ હવે દોડવાનું શરૂ કરી દીધું છે. આગામી ત્રણ દશકામાં વિશ્વની આર્થિક તાકાત ભારતને ગતિ આપશે. ભારત વિશ્વના વિકાસનો નવો સ્ત્રોત બનવાનો છે. વૈશ્વિક સંગઠનોમાં ભારતને જગ્યા મળી છે. વિશ્વના મંચ પર ભારતનો અવાજ હવે બુલંદ બન્યો છે. જે સંસ્થાઓમાં સ્થાન મેળવવા માટે આપણે વર્ષોથી રાહ જોતા હવે તે સંસ્થાઓમાં હવે ભારતને સ્થાન મળ્યું છે.
લાલ કિલ્લા પરથી વડાપ્રધાને આયુષ્માન યોજનાની કરી જાહેરાત

વડાપ્રધાને કહ્યું કે, સ્વચ્છતા અભિયાનના કારણે અંદાજે 3 લાખ બાળકોના જીવ બચ્યા છે. પહેલાં સ્વચ્છતા અભિયાનની મજાક ઉડાવવામાં આવતી હતી. પીએમએ કહ્યં કે, ભારત સરકારે વડાપ્રધાન જન આરોગ્ય અભિયાન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ આયુષ્માન ભારતની યોજના અંતર્ગત 10 કરોડ પરિવારને લાભ મળશે. અંદાજે 50 કરોડ નાગરિકોને વાર્ષિક રૂ. 5 લાખ હેલ્થકેર સુવિધા આપવાની યોજના છે. 25 સપ્ટેમ્બર એટલે કે પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જયંતીથી આ યોજના સમગ્ર દુનિયામાં લાગુ કરવામાં આવશે. આ જનસંખ્યા અમેરિકા, કેનેડા અને મેક્સિકો કરતાં પણ વધારે છે.
સરકારે 90 હજાર કરોડ બચાવ્યા છે

વડાપ્રધાને કહ્યું કે, પહેલાં પણ સરકાર તરફથી પૈસા આવતા હતા પરંતુ જનતા સુધી પહોંચતા જ નહતા. અંદાજે 6 કરોડ લોકો એવા હતા જે ક્યારે જન્મયા જ નથી અને તેમના નામે સરકારી પૈસા જતા હતા. આ ભ્રષ્ટાચારને અમારી સરકારે રોક્યો છે. આ રીતે અમે 90,000 કરોડ બચાવ્યા છે. અત્યાર સુધી આ પૈસા વચેટીયાઓ જ ખાઈ જતા હતા.
જીએસટી પછી ટેક્સ આપનારની સંખ્યા વધી

વડાપ્રધાને કહ્યું કે, 2013માં ડાયરેક્ટ ટેક્સ આપનારની સંખ્યા માત્ર ચાર કરોડની હતી પરંતુ હવે તે સંખ્યા પોણા સાત કરોડ થઈ ગઈ છે. હું કરદાતાઓને વિશ્વાસ અપાવું છું કે, તમારા ટેક્સના પૈસાથી ગરીબોને ફાયદો આપવામાં આવશે. એક કરદાતાના પૈસાથી 3 ગરીબ પરિવાર ખાવાનું ખાય છે.
શોર્ટ સર્વિસ કમિશનનમાં મહિલાઓને પુરુષ સમકક્ષ સ્થાઈ રીતે મળશે એન્ટ્રી
વડાપ્રધાને જાહેરાત કરી કે શોર્ટ સર્વિસ કમિશનમાં હવે મહિલાઓને પણ પુરુષ સમકક્ષ અધિકાર આપવામાં આવશે. હવે મહિલા અધિકારીઓને સ્થાઈરીતે પ્રવેશ આપવામાં આવશે. પહેલા આ લાભ માત્ર પુરુષોને મળતો હતો. દેશમાં આજે પણ મહિલાઓ શક્તિઓને પડકારતી રાક્ષસી પ્રવૃતિની માનસિકતાવાળા લોકો ખોટા કામ કરી રહ્યા છે. બળાત્કાર ખૂબ પીડા દાયક હોય છે. સમાજને આ પીડામાંથી મુક્ત કરાવવો પડશે. થોડા દિવસ પહેલા મધ્ય પ્રદેશમાં બળાત્કારના આરોપીને માત્ર પાંચ જ દિવસમાં ફાંસીની સજા આપવામાં આવી છે.
ટ્રિપલ તલાક મામલે વિપક્ષ પર આડકતરાં કર્યા પ્રહાર
વડાપ્રધાને કહ્યું કે, ટ્રિપલ તલાક કુરીયતે આપણાં દેશની મુસ્લિમ બહેનોને ખૂબ પરેશાન કરી દીધી છે. અમે આ સત્રમાં સંસદમાં આ બિલ લાવવાનું કામ કર્યું હતું પરંતુ અમુક લોકોએ તેને પાસ ન થવા દીધું. તેમણે કહ્યું કે, આજે દેશમાં નક્સલીઓની મુશ્કેલી સતત વધી રહી છે. જે નક્સલીઓ પહેલાં 125 દેશોમાં ફેલાયેલા હતા તે હવે ખૂબ ઓછા થયા છે.
જમ્મુ-કાશ્મીરમાં અમે ગાળી-ગોળીથી આગળ વધી લોકોને ગળે લગાવવા માંગીએ છીએ
જમ્મુ-કાશ્મીર વિશે વડાપ્રધાને કહ્યું કે, અમે અટલ બિહારી વાજપેયીજીની નીતિ પર આગળ વધવા માગીએ છીએ. અમે જમ્હુરિયત, કશ્મીરિયત અને ઈન્સાનિયતથી આગળ વધવા માગીએ છીએ. કાશ્મીરમાં અમે ગોળી-ગાળથી આગળ વધીને ગળે મળવા માગીએ છીએ. સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં વિકાસ ઈચ્છીએ છીએ. PMએ કહ્યું કે, અમારી સરકાર આજે પણ સૌનો સાથ, સૌનો વિકાસ ઈચ્છે છે.
07.30 AM: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ત્રિરંગો લહેરાવ્યો. લાલ કિલ્લા પર તોપોની સલામી અને રાષ્ટ્ર ગાન વચ્ચે ત્રિરંગો લહેરાવામાં આવ્યો
07.20 AM: લાલ કિલ્લા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું
07.15 AM: વડાપ્રધાન લાલ કિલ્લાપરપહોંચ્યા, રક્ષામંત્રી નિર્મલા સીતારમણે કર્યું સ્વાગત
07.10 AM: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી.
- પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, એચ.ડી. દેવ ગૌડા, કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને બીજેપી લીડર એલ,કે અડવાણી લાલ કિલ્લા પર પહોંચી ગયા.
- બીજેપી અધ્યક્ષ અમિત શાહ તેમની પત્ની સાથે લાલ કિલ્લા પર પહોંચ્યા છે.

No comments:

Post a Comment